///

ગુજરાતના આ શહેરોમાં ફટાકડા ફોડવા પર લાગી શકે છે પ્રતિબંધ

દિવાળી આવવાને હવે થોડી દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ચાલુ વર્ષે પ્રદૂષણ અને કોરોના દર્દીઓને ફટાકડાના પ્રદૂષણથી થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અમુક શહેરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકી શકે છે. જેમાં સૌથી પ્રદૂષિત શહેરમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં ફટાકડાના ખરીદ-વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ આવી શકે છે.

જોકે રાજસ્થાન અને ઓડિશામાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડની સ્થિતિને અનુલક્ષીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારે પ્રતિબંધ લદાશે કે નહી તે મુદ્દે રાજ્ય સરકાર આજે મોડી સાંજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દેશના કેટલાંક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસો ફટકારવામાં આવી છે. ગુજરાતમાં સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. જેને લઇને ગુજરાતમાં ફટાકડા ફોડવા અને આતીશબાજી કરવા ઉપર પ્રતિબંધ લાવવો કે નહીં? તે માટે ગૃહ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે .

Leave a Reply

Your email address will not be published.