///

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ, એન્કાઉન્ટરમાં 13 નક્સલી ઠાર

મહારાષ્ટ્રમાં આવેલા ગઢચિરોળીમાં C-60 કમાન્ડો પોલીસે નક્સલીઓ પર મોટી કાર્યવાહી કરી છે. જેમાં C-60ની આ કાર્યવાહીમાં 13 નક્સલીઓનો ખુડદો બોલાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઢચિરોળીના એટાપલ્લી તહસીલના પૈદી-કોટમી જંગલોમાં નક્સલીઓ સાથે અથડામણ થઈ.

ઉલ્લેખનીય છે કે, C-60 કમાન્ડો પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ગુરુવારે મોડી રાતે જંગલમાં શરૂ થયું હતું. આ કાર્યવાહીને અંજામ આપવા માટે કમાન્ડો પગપાળા જ જંગલની અંદર ગયા, જેથી કરીને નક્સલીઓને તેમના આગમનની જાણ જ ન થઈ.

આ અંગે ગઢચિરોળીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું કે, ઓછામાં ઓછા 13 નક્સલીઓ પોલીસ ઓપરેશનમાં માર્યા ગયા છે. ગઢચિરોળીના જંગલ વિસ્તાર એટાપલ્લીમાં નક્સલીઓ સાથે અથડામણ થઈ.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રનો ગઢચિરોલી વિસ્તાર છત્તીસગઢની સરહદ સાથે જોડાયેલો છે. આ આખો વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. કહેવામાં આવી રહ્યુ છે કે, પોલીસની ટીમને વિસ્તારમાં નક્સલીઓ વિશે જાણકારી મળી હતી. જે બાદ પોલીસની સી-60 કમાન્ડો ટીમે તપાસ અભિયાન ચલાવ્યુ હતું.

આ દરમિયાન નક્સલવાદીઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો અને પછી એન્કાઉન્ટર ચાલુ થયુ હતું. આ અથડામણમાં 13 નક્સલી માર્યા ગયા છે જેમના શબને જપ્ત કરી લેવામાં આવ્યા છે. ગઢચિરોલીના ડીઆઇજી સંદીપ પાટિલે પણ તેની પૃષ્ટી કરી છે.

Leave a Reply

Your email address will not be published.