///

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પોલીસ પર કરાયું ફાયરિંગ

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પોલીસ પર ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બુટલેગરો દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ગેડીયા ગેંગની દારૂથી ભરેલી કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. દારૂ ભરેલી આ કારને રોકવા જતા પોલીસ પર બૂટલેગરોએ ફાયરિંગ કર્યું છે. જોકે આ પોલીસ પર ફાયરિંગ કર્યા બાદ બૂટલેગરોએ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં બૂટલેગરોએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસની જીપ સાથે કાર અથડાવી હતી.

આ ઉપરાંત બુટલેગરો અને પોલીસ વચ્ચે સામસામે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જેમાં બુટલેગરોએ કાર મૂકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ભાગવાનો પ્રયાસ કરતા બુટલેગરોએ પોલીસની જીપ સાથે કાર પણ અથડાવી હતી. જેમાં આરોપીને પગના ભાગે ગોળી વાગતા ઇજા પહોંચી છે. ગાડી રસ્તા પાસે ખાડામાં ઉતરી જતા આરોપીઓ ગાડી મુકીને ભાગી ગયા હતાં.

નોંધનીય છે કે, થોડાં દિવસ પહેલાં વડોદરાની દુમાડ ચોકડી પર પણ બે ટોળાં વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઘર્ષણ દરમ્યાન ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ કર્યાંનું સામે આવ્યું હતું. બે જૂથ વચ્ચેની અથડામણમાં 6થી 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને એકને ગોળી વાગી હતી.

Leave a Reply

Your email address will not be published.