/

ભારતમાં કોરોના વાયરસના ચેપથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ, આ રાજ્યનો છે કેસ

ચીનનાં વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસનાં કારણે હવે ભારતમાં ૧ દર્દીનું વાયરસના કારણે મોત નિપજયું હોવાનું સામે આવ્યુ છે. કોરોના વાયરસનાં કારણે કર્ણાટકનાં કલબુબીમાં ગુરૂવારે ૭૬ વર્ષીય વૃદ્વાનું મોત નિપજયું હોવાની પૃષ્ઠી કર્ણાટક સરકારના આરોગ્ય પ્રધાને કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપનાં ૭૪ કેસો નોંધાયા છે. પરંતુ કેન્દ્વીય આરોગ્ય મંત્રાલયે કોરોનાથી કર્ણાટકમાં મોત થયું હોવાની પૃષ્ઠિ કરી નહતી. કોરોના કારણે મૃત્યુ પામેલા ૭૬ વર્ષીય વૃદ્વા ૨૯ ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયાના જેદાહથી ભારત પરત ફર્યો હતો. જેથી તેમણામાં કોરોના વાયરસનાં લક્ષણો હોવાની જાણ થઇ હતી. જેથી ૧૦ માર્ચે તેમણે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

પરિવારના સભ્યોએ તેમણે વધુ સારી સારવાર અપાવવા માટે હૈદરાબાદથી કર્ણાટકના કલબુર્ગીનાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. દરમિયાનમાં જ હોસ્પિટલ જતાં રસ્તામાં તેમણુ મોત નિપજયુ હતું. આ અંગે કર્ણાટકના આરોગ્ય પ્રધાન બી.સી એક ટવીટ કરી આ વિશે માહિતી આપી હતી તેમણે ટવીટ કરતા જણાવ્યુ હતુ કે, કલબુર્ગીમાં મૃત્યુ પામેલા ૭૬ વર્ષીય વ્યકિતને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પૃષ્ઠિ મળી છે. પ્રોટોકોલ મુજબઅન્ય પગલા અપનાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ તેલગાંણા સરકારને પણ આ મુદ્દે જાણકારી આપવામાં આવી છે. કારણકે ત્યાંની ખાનગી હોસ્પિટલમાં મૃતક સારવાર માટે ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.