//

પહેલા માવઠાએ અને હવે કોરોનાએ જગતના તાતને રડાવ્યો

દેશમાં કોરોના વાયરસની ઇફેક્ટ ખેતી પ્રધાન દેશના ખેડૂતો પર ભારે અસર પડી છે કોરોના વાઇરસના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી રહી છે ખેડૂતોએ પોતાના ખેતરમાં મહામહેનતે ઉછેરેલ પાક તૈયાર થઈ ગયો છે. પરંતુ દેશમાં કોરોના ઇફેક્ટથી લોકડાઉન કરવામાં આવતા તમામ મજૂરો વતન ભણી ગયા છે હાલ ખેડૂતો પોતાના પાક બચાવવા અને વાઢવાની ચિંતામાં છે ખેડૂતોએ લખો રૂપિયા ખર્ચી રાતદિવસ મહેનત કરી પાકને ઉઝેર્યો છે પરંતુ માવજત કરી દવા છાતી પાક બચાવ્યો પરંતુ હવે એ પાક ખેતરો માંજ રહી ગયો છે કારણ કે ખેતી સાથે જોડાયેલ શ્રમિકો હાલ નથી પાકનું વાઢ કામ તેમની સફાઈ માટે શ્રમિકોની જરૂરત ખેડૂતોને હોઈ છે પરંતુ લાખો રૂપિયાનો પાક હવે ખેડૂતોને વગર વાંકે રોવડાવી રહ્યો છે એક તરફ કમોસમી વરસાદ બાદ મહા મહેનતે ખેડૂતોએ પાક જીવિત રાખ્યો હતો પરંતુ કાળમુખા કોરોના વાયરસે ખેડૂતોના પા ની દશા બગાડી નાખી છે.વહેલી તકે પાક ઉતારી લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગરમી અને તડકાથી ખેડૂતોના સમયસર ઉતારી બજારમાં નહિ વેચાય તો ખેડૂતો પાયમાલ થઇ જેશે તેવો ભય ખેડૂતોને છે.

Leave a Reply

Your email address will not be published.