///

સૌપ્રથમ આ દેશને અમારી કોરોના વેક્સિન મળશે : સીરમ ઈન્સ્ટિટ્યૂટ

ભારતમાં કોરોનાની રસીને લઈને સારા સમાચાર આવ્યા છે. વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીએ કહ્યું કે, તે ભારતમાં સૌથી પહેલાં વેક્સિન આપવા માટે કામ કરી રહી છે. તેનું લક્ષ્ય ભારતમાં સૌથી પહેલાં વેક્સિન આપવાનું છે. કંપની ભારતની છે માટે તે સૌ પ્રથમ ભારત દેશને જ ફાયદો આપશે.

આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યૂટના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ કહ્યું કે, તેમની કંપનીનું ફોકસ એસ્ટ્રાજેનેકાની વેક્સિન સૌ પહેલાં ભારતમાં આપવા પર છે. કંપની વેક્સિનનું ઉત્પાદન પણ ભારતમાં જ કરી રહી છે. માટે ભારત બાદ અન્ય દેશમાં તેનું સપ્લાય શરૂ કરાશે.

અદાર પૂનાવાલાએ કહ્યું, અમારી જવાબદારી છે કે, પહેલાં દેશની ચિંતા કરીએ. આ પછી અમે કોવૈક્સ ફેસિલિટી પર જઈશું પછી અન્ય ડીલની વાત કરીશું. અમારા ફોકસમાં પહેલાં ભારતીયો છે. અમે ભારત સરકાર સાથે વાત કરી રહ્યા છીએ કે, તે વેક્સિન ખરીદે. વર્ષ 2021ના માર્ચ મહિના સુધી આ વેક્સિન આવી શકે છે અને કંપનીનો દાવો છે કે, આ વેક્સિન કોરોના રોકવામાં 90 ટકા સુધી પ્રભાવિત પણ છે.

સાથે જ એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેમની વેક્સિન દુનિયાની સૌથી સસ્તી, સુરક્ષિત અને સક્ષમ વેક્સિન છે. તેમની પાસે સસ્તા ઉત્પાદન અને વિતરણની નીતિ તૈયાર છે. સીરમ ઈન્સ્ટિટયૂટ અને એસ્ટ્રાજેનેકા વર્ષના અંતમાં સરકાર પાસે અરજી આપશે કે તેમની વેક્સિનનો તત્કાલીન ઉપયોગ કરવાની પરમિશન આપે.

આ ઉપરાંત પૂનાવાલાએ કહ્યું કે, SIIની પાસે અધિકાર છે કે તે 5 ડઝનથી વધારે દેશની સાથે સીધી વેક્સિનને લઈને કરાર કરે. તે એસ્ટ્રાજેનેકાની સાથે કરારના આધારે કરી શકે છે. તેમનો દાવો છે કે ભારતીય યૂનિટથી એસ્ટ્રાજેનેકાની વેક્સીનના 40 કરોડ ડોઝ જુલાઈ 2021 સુધી આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.