///

સાગર ખેડૂતોની હાલત કફોડી, સરકાર પાસે ખાસ પેકેજ જાહેર કરવા માગ

રાજ્યના માછીમારોની હાલત કફોડી બની ગઇ છે. લોકડાઉન અને કોરોના મહામારીના માછીમારોની હાલ બેહાલ કરી નાંખ્યા છે. વિદેશોમાંથી પેમેન્ટ અટકતા માછીમારોની આર્થિક સ્થિત કથડી ગઈ છે.

24 કલાકથી અવિરત કમોસમી વરસાદના કારણે નુકસાન બાદ માછીમારો દ્વારા રાજ્ય સરકાર પાસે મદદ માગી છે તાકીદે સર્વે કામગીરી કરી માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન અંગે ખાસ પેકેજ જાહેર કરવા સમગ્ર માછીમારોની માગ છે.

પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, દીવમાં માછીમારો મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે સી.આર.પાટિલ સહિત 6 સાંસદોને રજૂઆત કરવામાં આવી છે. ડિઝલ વેટ હટાવવા માટે માછીમારો માગ કરી રહ્યાં છે. એટલું જ નહીં. પરંતુ ડિઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી દૂર કરવાની પણ સાગર ખેડૂતોની માગ છે.

કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લામાં ખેડૂતો કરતા વધુ જાફરાબાદ દરિયા કાંઠે વસતા સાગર ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જતા માછીમારોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. રાજ્ય સરકાર જાફરાબાદ સહીત આસપાસના દરિયા કાંઠે માછીમારોને થયેલા નુકસાન અંગે સર્વે કરાવી પેકેજ જાહેર કરે તેવી સમગ્ર માછીમારોની માગ ઉઠી છે.

આ માછીમારોને કોરોના લોકડાઉન સમયથી નુકસાન અને તાજેતરમાં કેટલાક વાવઝોડાના કારણે પણ નુકસાન હતું. તેવા સમયે કમોસમી વરસાદ ખાબકતા પડ્યા પર પાટુ વાગવા જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે અહીં માછીમારો કહી રહ્યા છે ખેડૂતોને સહાય મળે છે. પરંતુ સરકાર દ્વારા માછીમારોને કેમ સહાય નહીં તેવા સવાલો પણ ઉઠાવ્યા હતાં. આ સાથે સાથે અહીં માછીમારોના જણાવ્યાં પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન માછીમારોને ગયું છે. ત્યારે રાજ્ય સરકાર પાસે માછીમારોએ સહાયની મદદ માગી છે.

Leave a Reply

Your email address will not be published.