//

અમદાવાદના પાંચ વિસ્તાર કલેસ્ટર કોરન્ટાઈન કરાયા, રહીશો પણ નહીં નીકળી શકે બહાર

રાજ્યમાં કોરોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે અમદાવાદ શહેરના 5 વિસ્તારોને કલેસ્ટર કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો અમદાવાદના શાહપુર, કાલુપુર, બાપુનગર, દરિયાપુર, શાહેઆલમ વિસ્તારને કલેસ્ટર કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો આ વિસ્તારો પૈકી આવેલી તમામ સોસાયટીઓને પણ સંપૂર્ણ કોરન્ટાઈન કરવામાં આવી છે. કલેસ્ટર કોરન્ટાઈન અંતર્ગત સોસાયટીના રહીશો પણ બહાર નહીં નીકળી શકે.. કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.. ઉલ્લેખનીય છે કે કોરોના હવે લોકલ ટ્રાન્સમિશનની સ્તરે ફેલાઈ રહ્યો છે જેથી સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.