////

રાજકોટમાં 12 કલાકમાં એક જ પરિવારના 5 જીવનનો અકાળે આવ્યો અંત…

રાજકોટમાં આવેલા રૂકડીયાપરા ફાટક નજીક ગૂરુવારે ખૂની ખેલ ખેલાયો હતા. જેમાં મનહરપરામાં રહેતા ઇમરાન પઠાણ નામના શખ્સે પત્ની નાઝીયા, મામાજી નઝીરખાન પઠાણ તથા સાસુ ફિરોજાબેનને છરીના ઘા ઝીંકી દેતા પત્ની અને મામાજીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે સાસુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદમાં આ શખ્સે પોતાના ઘરે જઈ ચાર વર્ષની પુત્રી અને છ વર્ષના પુત્રને સળગાવી દઈ પોતે પણ જાત જલાવી લીધી હતી. જેના કારણે ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પ્રથમ બાળકીનું તેમજ બાદમાં હત્યા કરનાર ઇમરાન અને ત્યારબાદ બાળકનું મોત થયુ હતું.

આ હત્યાનું મુખ્ય કારણ પતિ-પત્ની વચ્ચે થતો રોજનો ઝઘડો હતો. 12 કલાકની અંદર જ એક જ પરિવારના પાંચ જિંદગીનો અકાળે અંત આવી જશે તેવો કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય. આ બનાવના પગલે મુસ્લિમ પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. બનાવ અંગે નાઝીયાની માતાની ફરિયાદ પરથી ઇમરાન સામે પત્ની અને મામજીની હત્યા અંગે તેમજ ઇમરાનના બનેવીની ફરિયાદ પરથી બંને માસૂમ સંતાનોને સળગાવી નાંખવા અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે જેની સામે આ બંને ગુના નોંધાયા છે તે ઇમરાન જ હવે આ દુનિયામાં નથી રહ્યો. આ બનાવના પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

રાજકોટમાં ગઇકાલે બનેલી આ ઘટનાથી ગુરૂવાર ગોજારો અને ગમગીન બની રહ્યો હતો. મનહરપરામાં રહેતા ઇમરાન પઠાણે રૂખડીયાપરા ફાટક પાસે છરીના ઘા ઝીંકી પત્ની નાઝીયા (ઉ.વ.24), મામાજી નજીરભાઇ પઠાણ (ઉ.વ.47)ની હત્યા કરી નાખી હતી તેમજ સાસુ ફિરોજાબેનને ઇજા કરી હતી. બાદમાં બે માસુમ બાળક ઇકાન (ઉ.વ.6), પુત્રી અલવીરા (ઉ.વ.4) તેમજ ખૂની ખેલ ખેલનાર ઇમરાન પણ અંતે મોતને ભેટયો છે.

Leave a Reply

Your email address will not be published.