//

ફ્લીપકાર્ટનો દિવાળી સેલ આ તારીખથી થશે શરૂ, આ પ્રોડક્ટ મળશે 1 રૂપીયામાં

ફ્લિપકાર્ટ પર દિવાળી સેલ 29 ઓક્ટોબરથી શરૂ થશે. જે 4 નવેમ્બર સુધી ચાલુ રહેશે. હાલમાં ઇ-કોમર્સ પર બિગ બિલિયન ડેઝ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 21 ઓક્ટોબરના રોજ પુર્ણ થયું હતું. આ ઉપરાંત, ફ્લિકાર્ટ પર દશેરા સ્પેશિયલ સેલ પણ ચાલી રહ્યો છે. આ સેલ 28 ઓક્ટોબરના રોજ પુર્ણ થશે.

હવે ઇ-કોમર્સ કંપની મોટા ધમાકાની તૈયારી કરી રહી છે. બિગ બિલિયન ડેઝ સેલની જેમ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે બિગ દિવાળી સેલની શરૂઆત પણ પ્રથમ હશે. આ સમયગાળા દરમિયાન, કેટલીક પ્રોડક્ટ પર ઘણી બેંક ઓફર્સ, નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પો અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એક્સિસ બેંકના ક્રેડિટ / ડેબિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ફ્લિપકાર્ટ પ્લસ સભ્યો માટે ફ્લિપકાર્ટ દિવાળી સેલની શરૂઆત 29 ઓક્ટોબરના રાત્રિથી થશે. ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં Samsung Galaxy F41, Galaxy S20+, Galaxy A50s, Poco M2, Poco M2 Pro, Poco C3, Oppo Reno 2F, Oppo A52, Oppo F15 અને Realme Narzo 20 સિરીઝ જેવા સ્માર્ટફોન પર ડીલ હશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ દ્વારા 1 રૂપિયામાં મોબાઈલ પ્રોટેક્શન પણ આપવામાં આવશે.

સેલ દરમિયાન ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ અને એસેસરીઝ જેવા કે કેમેરા, લેપટોપ, સ્માર્ટવોચ અને હેડફોનો પર પણ 80 ટકા સુધીની છૂટ મેળવી શકશે. તે જ સમયે, ગ્રાહકો પસંદ કરેલા લેપટોપ પર 50 ટકા, ટેબ્લેટ્સ પર 45 ટકા અને હેડફોન-સ્પીકર્સ પર 80 ટકા સુધીની છૂટનો લાભ મેળવી શકશે. ફ્લિપકાર્ટે કહ્યું છે કે અહીં રોજ નવા નવા ઉત્પાદનો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.