///

આજથી શરૂ થયો છે Flipkartનો સેલ, આ તમામ પ્રોડક્ટ પર છે ડિસ્કાઉન્ટ

ઓનલાઇન શોપિંગ સાઇટ Flipkart પોતાના ગ્રાહકો માટે અનેકવાર ધમાકેદાર ઓફર લઈને આવતી રહે છે. ફ્લિપકાર્ટ ફરી એકવાર બમ્પર સેલનું આયોજન કરી રહ્યું છે. આ સેલમાં અનેક પ્રોડક્ટ પર 70% સુધીની છૂટ મળશે. આ સેલ 18 ડિસેમ્બર એટલે કે આજે શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. તેનું નામ ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ છે. વર્ષ 2020નું આ છેલ્લું સેલ 18થી 22 ડિસેમ્બર સુધી ચાલશે.

આ સેલમાં અનેક પ્રોડક્ટસ જેમ કે, મોબાઇલ, ટીવી, કેમેરા, સ્માર્ટવૉચ, લેપટોપ, હેડફોન્સ, ઇયરફોન્સ, ઇયરબડ્સ, ફીટનેસ બેન્ડ, ટ્રિમર, સ્પીકર્સ, પાવર બેન્ક, વોશિંગ મશીન, કોમ્પ્યૂટરની સાથે ફેશન અને ઘરના સામાન પર બમ્પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ડિસ્કાઉન્ટ ઉપરાંત કંપની બીજી ઓફર્સ પણ આપી રહી છે. ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે આ સેલ 17 ડિસેમ્બરથી જ શરૂ થઈ ગયો છે.

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ દરમિયાન તમે એસબીઆઈના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદી પર 10 ટકાની વધારાની છૂટ મેળવી શકો છો. આ સેલ દરમિયાન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસ પર 70 ટકા સુધીની છૂટ મેળવી શકો છો. સાથો સાથ જ એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઇએમઆઇની સુવિધા પણ મળશે.

આ સેલમાં તમે રિયલમી Realme 6iને માત્ર 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ Realme Narzo 20 Proને માત્ર 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. સેલમાં તમે રેડમીનો ફેમસ મોબાઇલ Redmi 9i માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત Apple iPhone XR અને iPhone SE ઉપર પણ છૂટ મળશે.

Leave a Reply

Your email address will not be published.