//

દીવ માં કોરોનાને પગલે જલેશ ક્રુઝને એક માસ સુધી રોક લગાવાઈ

18 March
ભારતી રાવલ
સંઘ પ્રદેશ દીવ માં કોરોના વાયરસને લઈને દીવ કલેક્ટર સલોની રાય દ્વારા અગામચેતીના ભાગરૂપે અનેક આદેશો જારી કરવામાં આવેલા છે સાથે કોરોના વાયરસને લઈને અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

વિશ્વભરમાં જ્યારે કોરોના વાયરસને લઈને હાહાકાર છે, ત્યારે તેનાથી ભારત દેશ પણ બચી શક્યો નથી. આ કોરોના વાયરસ થી બચવા ભારતભરમાં અનેક સાવચેતી ના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે દીવ મા પણ તેની માઠી અસર થઇ છે અને દીવ પ્રશાસન દ્વારા અગામચેતી ના ભાગરૂપે દીવ જીલ્લા કલેકટર શ્રીમતી સલોની રાય દ્વારા અનેક આદેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે તારીખ ૩૧ માર્ચ સુધી દીવ ની સ્કૂલો માં ITI, ટ્યુશન ક્લાસ, પ્રાઈવેટ કોચિંગ ક્લાસ, આંગણવાડી વગેરે બંધ રાખવા આદેશ કર્યો છે.

કોરોના વાયરસને લઈને દીવ માં આવનાર પર્યટકોનું એરપોર્ટ ખાતે અને જલેસ ક્રુઝ શિપ માં પણ આવનાર પર્યટકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જો કે હાલ એક મહિના માટે કોરોના વાયરસને લઈ જલેસ શિપ ના આગમનને રોકવામાં આવ્યું છે. દીવ માં કોઈ પણ કોરોના પોઝિટિવ કેશ નથી, પરંતુ દીવ માં કોરોના વાયરસ ન આવે તેને લઈ દીવ પ્રશાસન એ પૂરતી તૈયારીઓ કરી દીધી છે. અને સાવચેતીના ભાગરૂપે અનેક આદેશો જારી કરાયા છે.ત્યારે સાથે દીવ માં અનેક પર્યટક સ્થળ બંધ છે તેવી અફવાઓ પણ ફેલાઈ રહી છે

દીવ માં કોરોના વાયરસ ને લઈ ને પ્રશાસન દ્વારા અનેક આદેશ જારી

દીવ માં તારીખ ૩૧ માર્ચ સુધી શાળાઓ કોચિંગ ક્લાસ વગેરે બંધ

વેકેશન દરમિયાન ના હોટલ બુકિંગ પણ રદ

Leave a Reply

Your email address will not be published.