///

પીએમ મોદીના આગમનને પગલે અમદાવાદના આ રોડ રહેશે બંધ

આજે વડાપ્રધાન મોદી દ્વારા દેશના સૌપ્રથમ સી પ્લેનને ખુલ્લુ મૂકવામાં આવશે. તેઓ કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદઘાટન કરશે અને તેના બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર દેશના પહેલા સી પ્લેનનો પ્રારંભ કરશે. ત્યારે સૌ કોઈ અમદાવાદ રિવરફ્રન્ટ પર સી પ્લેન અને નરેન્દ્ર મોદીના આગમનની રાહ જોઈને બેઠા છે. સી પ્લેનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે બીજી તરફ રિવરફ્રન્ટ આજે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યું છે. તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે. તો આજે રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગુ કરાયો છે. તો વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ તરફના તમામ રસ્તાઓ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીના આગમનને પગલે કેટલાક રોડ બંધ કરાયા છે, તો કેટલાક ડાયવર્ટ કરાયા છે. જેમાં રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને બંધ કરાયો છે. RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ કરાયો છે. એ સિવાય વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ રૂટ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.