/////

કેશુબાપાના નિધનને પગલે ગીરસોમનાથ જિલ્લો સ્વયંભૂ બંધ

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થવાના પગલે સરકારે તો એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે, પરંતુ ગીર-સોમનાથ જિલ્લાએ પણ તેના શોકમાં સ્વયંભૂ બંધ પાડ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કેશુબાપા સોમનાથ મંદિરના પણ ટ્રસ્ટી હતી. તેમણે ટ્રસ્ટી તરીકે સોમનાથ મંદિરના વિકાસના કામમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય સરકારે ગીર-સોમનાથ જિલ્લો નવો બનાવ્યો તેના માટે પણ કેશુબાપાની ભૂમિકા મહત્ત્વની રહી હતી. સોમનાથ મંદિરને વિશ્વસ્તરનું બનાવવામાં અને તેની સગવડોનો વ્યાપ વિસ્તારવામાં કેશુબાપાની મહત્ત્વની ભૂમિકા રહી છે.

Leave a Reply

Your email address will not be published.