////

કોરોનાના વધતા સંક્રમણને પગલે PM મોદીએ રાત્રે 8 વાગે બોલાવી બેઠક

દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, ત્યારે કોરોનાના સંક્રમણને ડામવા સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોરોનાના વધતા સંકટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે 8 વાગ્યે બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં મંત્રી તેમજ અધિકારીઓ સામેલ થશે. PM મોદીની આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં રસીકરણની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે.

આ બેઠકમાં PM મોદી દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ તેમજ રસીકરણની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવશે. અનેક રાજ્યોમાં વેક્સિન ડોઝની ઘટ હોવાના આક્ષેપ થયા હતા. આ બેઠકમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ 45 વર્ષ કરતા નાની ઉંમરના લોકોને વેક્સિન આપવા પણ માંગ ઉઠી હતી તેને લઇને પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન કર્યો હતો. જેમાં ઉદ્ધવ ઠાકરેએ ઓક્સિજન સપ્લાય અને રેમડિસિવીર ઇન્જેક્શન માટે પીએમને ફોન કર્યો હતો પરંતુ તેમણે જણાવવામાં આવ્યુ કે પીએમ મોદી અત્યારે બંગાળમાં છે. જ્યારે તે પરત આવશે ત્યારે તેમની સાથે વાત થઇ શકશે.

આ દાવો ખુદ મહારાષ્ટ્રના સીએમ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 63,729 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 398 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

દેશમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1341 લોકોના મોત થયા છે. નવા રિપોર્ટ કરવામાં આવેલા કેસોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક સૌથી આગળ છે.મહારાષ્ટ્રમાં સૌથી વધારે 63729 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 27360 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં 19486 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છત્તીસગઢમાં 14912 નવા કેસ અને કર્ણાટકમાં 14859 નવા કેસ સામે આવ્યા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.