
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું પાણી એક માસ સુધી વધુ છોડવા થરાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારમાં રજુઆત કરી છે ગુલાબસિંહે લેખિતમાં રજૂઆત કરીને સરકારને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાના પાણી મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરી આપવી જોઈએ જેથી આગામી દિવસોમાં ઉનાળા દરમિયાન સિંચાઈનું પાણી પૂરતું મળી રહે અને ખેડૂતોને પાણી માટે વલખાના મારવા પડે ખાસ કરીને ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં પાણીની તકલીફ ઉનાળા દરમિયાન વધારે હોઈ છે જેના કારણે ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં મુશ્કેલી વેઠવી પડે છે ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી પાટણ પંથકમાં તકલીફ રહે છે
આ વર્ષે ચોમાસુ લંબાતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેથી ઉનાળા દરમિયાન નર્મદાનું પાણી નિતમિત મળી રહે અને એક માસ સુધી વધુ આપવામાં આવે તો ખેડૂતોને નુકસાનીનો માર ઓછો સહન કરવો પડે ગુલાબસિંહે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને તીડના કારણે ખેડૂતો પાયમાલ થયા છે તેમને બેઠા કરા માટે સરકારે ઉપરોક્ત રજુઆત ધ્યાને લઈને નર્મદાના પાણી આપવા જોઈએ જેથી માલઢોરને પણ પીવાનું પાણી મળતું રહે અને ખેતી માટે સિંચાઈમાં પાણીની વધુ આવશ્યકતા ખેડૂતો પૂરતો જરૂરી પાક મેળવી શકે તેવી માંગ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કરી હતી.