////

પ્રથમવાર અયોધ્યામાં થશે ભવ્ય ડિજિટલ દિપાવલી

દિવાળીનો તહેવાર આવી રહ્યો ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા ભવ્ય ડિજિટલ દીપાવલી મનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ 500 વર્ષોમાં પ્રથમવાર રામજન્મભૂમિ પર થનારી દિવાળીને યાદગાર બનાવવામાં માટે યોગી સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. દીપોત્સવના પર્વ પર અયોધ્યામાં પ્રથમવાર ડિજિટલ આતાશબાજી થશે. અયોધ્યામાં ભક્તો માટે દીપ પ્રગટાવવાની વ્યવસ્થા પણ થશે.

સાથે જ આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન પણ કરશે. વર્ચ્યુઅલ દીપોત્સવ માટે જલદી નવી વેબસાઇટ પણ લોન્ચ થશે. જેમાં આ વર્ચ્યુઅલ દીપોત્સવ રિયલ જેવો અનુભવ આપશે. તો દીપ પ્રગટાવ્યા બાદ ધન્યવાદ પત્ર મળશે. આ પોર્ટલ પર શ્રીરામલલા બિરાજમાનની તસવીર હશે, જેની સમક્ષ વર્ચ્યુઅલ દીપ પ્રજ્વલિત થશે. અહીં સુવિધા હશે કે, શ્રદ્ધાળુ પોતાના ભાવાનુસાર માટી, તાંબા, સ્ટીલ અને કોઈ અન્ય ધાતુના દીપ સ્ટેન્ડની પસંદગી કરે. ઘી, સરસવ અને તલના તેલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત જો શ્રદ્ધાળુ પુરૂષ હોય તો પુરૂષના વર્ચ્યુઅલ હાથ અને મહિલા હોવા પર મહિલાના વર્ચ્યુઅલ હાથ દીપ પ્રજ્વલિત કરશે. દીપ પ્રજ્વલિત બાદ શ્રદ્ધાળુઓની વિગતના આધાર પર રામલલાની સાથે મુખ્યપ્રધાન આદિત્યનાથ તરફથી ધન્યવાદ પત્ર જારી થશે. 13 નવેમ્બરે મુખ્ય સમારોહ પહેલા વેબસાઇટ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દીપોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી થશે. સાથે જ મુખ્યપ્રધાન યોગી રામાયણના પ્રસંગો પર આધારિત ઝાંકીનું અવલોકન કરશે. સાથે શ્રીરામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપની આરતી કરી શ્રીરામનો રાજ્યાભિષેક કરશે. મુખ્યપ્રધાન જન્મભૂમિ પરિસરમાં રામલલાની આરતી પણ ઉતારશે.

Leave a Reply

Your email address will not be published.