///

30 વર્ષમાં ભારત સૌ પ્રથમવાર આ દેશને કરશે ચોખાની આયાત

સરહદ વિવાદ વચ્ચે ચીને 30 વર્ષમાં પહેલીવાર ભારતમાંથી ચોખાની આયાત શરૂ કરી છે. ચીનને ભારતમાંથી ચોખાાની આયાતી સસ્તી પડી રહી છે.

ભારત ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. ચીન ચોખાનો વિશ્વમાં સૌથી મોટો આયાત કરનારો દેશ છે. બીજિંગ દર વર્ષે લગભગ 4 મિલિયન ટન ચોખાની ખરીદદારી કરે છે. જોકે તે ભારત પાસેથી ખરીદી કરતું નથી. તેના માટે ક્વોલિટીને જવાબદાર ગણવામાં આવતું હતું.

ભારતીય ચોખાની ક્વોલિટીમાં સુધારા પછી તેણે સરહદ પર સીમા વિવાદની વચ્ચે પણ ખરીદદારી કરવાનો નિર્ણય કર્યો છે. રાઈસ એક્સપોર્ટ એસોસિયેશના પ્રેસિડેન્ટે કહ્યું કે અમને આશા છે કે આવનારા વર્ષોમાં ચીન ભારતમાંથી વધારે ચોખાની ખરીદી કરશે.

ભારતીય વેપારીઓએ 1 લાખ ટન તૂટેલા ચોખા ચીનને નિકાસ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. આ શિપમેન્ટ ડિસેમ્બર-ફેબ્રુઆરી મહિના માટે છે. કિંમત 300 ડોલર પ્રતિ ક્વિન્ટલ હશે. અત્યાર સુધી ચીન મુખ્ય રીતે થાઈલેન્ડ, વિયેતનામ, મ્યાનમાર અને પાકિસ્તાનમાંથી ચોખાની આયાત કરતું હતું. ભારતની સરખામણીએ તે પ્રતિ ટન 30 ડોલર વધારે કિંમત લગાવતા હતાં.

Leave a Reply

Your email address will not be published.