
હાલ કોરોનાનો કહેર છે દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે વિદેશ થી આવતા નાગરિકોનું એરપોર્ટ પર ચેકીંગ થાય છે પરંતુ ગ્રામ પંચાયતો પણ પોતાના ગામ માં વાયરસ ઘુસીના જાય તેના માટે તકેદારી રાખી રહી છે તેથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામે ગ્રામ પંચાયતના સરપંચે ગામની બરોબર બોર્ડ લગાવીને સૂચના આપી છે કે અહીં આવતા લોકોએ કે વિદેશથી આવતા લોકોએ પહેલા મેડિકલ ચેકઅપ કરાવવું પછી જ ગામમાં પ્રવેશ કરવો ખાસ નોંધ કરી લખ્યું છે કે વિદેશથી આવતા લોકો માટે ખાસ સૂચના છે ગામમાં કોઈ પણના ઘરે મહેમાન આવે અથવા આવવાના હોઈ તો તેમણે પણ ફરજીયાત મેડિકલ ચેકઅપ કરાવીને જ આવવું આવું બોર્ડ ગામના પાદરે લાગતા લોકો બોર્ડમાં શું લખ્યું છે તે વાંચીને જ પ્રવેશ કરી શકે પંચાયતના સરપંચે ગામના લોકો ને પણ અપીલ કરી છે કે રાષ્ટ્રહિતના કામમાં સૌ સહિયારો પ્રયાસ કરે અને સહભાગી બની કોરોના વાયરસને ગામમાં આવતો અટકાવે તેવી અપીલ કરતા બોર્ડ લગાવેલ છે.