//////

આ વર્ષે ગરમીમાં વધારો ! જાણો હવામાન વિભાગે શું કર્યુ પૂવાનુમાન

રાજયમાં સામાન્ય રીતે માર્ચ મહિનાથી જ ઉનાળો શરૃ થઇ જાય છે. આ વર્ષે વધુ ગરમી પડવાનાં એંધાણો જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની શકયતાઓ છે. ભારતીય મોસમ વિભાગે આગાહી કરી છે કે ચુલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેશે. ગુજરાતમાં ઉનાળાનું તાપમાન સામાન્ય કરતા અડધોથી ૧ ડિગ્રી ઉંચું નોંધાવાની શકયાતો રહેલી છે તેમજ હિટવેવની ફકવન્સીમાં પણ વધારો થશે. ઉનાળામાં ગરમ રહેતા રાજયો વધુ ગરમ રહેશે.
અમદાવાદ શહેરમાં ધીમે-ધીમે ગરમી વધવાની શરૃઆત થઇ ગઇ છે. શુકવારે લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેસિયસ હતું જે વધીને શનિવારે ૨૨ ડિગ્રી સેસિયસ થયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં. તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. આજની વાત કરીએ તો આજનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતાઓ છે.

શનિવારનું કયાં શહેરમાં કેટલું તાપમાન હતું?

  • રાજય- મહત્તમ તાપમાન
  • અમરેલી – ૩૪.૬ તાપમાન
  • ભુજ- ૩૪.૫ તાપમાન
  • અમદાવાદ- ૩૪.૪ તાપમાન
  • ડીસા- ૩૪.૨ તાપમાન
  • ગાંધીનગર- ૩૪ ડિગ્રી તાપમાન
  • વડોદરા- ૩૪ તાપમાન

Leave a Reply

Your email address will not be published.