9 MARCH
અમરેલી જિલ્લાના ધારીતાલુકા ના જીરા ડાભાળી ગામે સિંહણ કુવામાં પડી હતી સિંહણ બકરા નો શિકાર કરવા દોટ મૂકી હતી પરંતુ વચ્ચે કુવાઓ આવી જતા સિંહણ કુવા માં ખાબકી હતી અને બકરા નો શિકાર થતા બચી ગયો હતો ધારી તાલુકાના ખેડૂતના ખેતરના કુવામાં સિંહણ ખાબકી.હતી ખેતર મલિક ને જાણ થતા ખેતર અને ગામ ના સરપંચે અને માલિકે તાત્કાલિક વનવિભાગ ને જાણ કરી અને સિંહણ ને બચાવવા રેસ્ક્યુ ટિમ બોલાવી હતી વનવિભાગે દિનેશભાઇ ગોંડલીયા નામના ખેડૂતના ખેતર પર પહોંચી કુવા માં પડેલી સિંહણ ને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું અને સિંહણ ને જીવતી બચાવી લીધી હતી સ્થાનિક ખેડૂતો ના મતે સિંહણ બકરા ના શિકાર પાછળ દોડી હતી ને કુવા માં ખાબકી પડી હતી નઝરે જોનાર લોકો ના મતે આ સિંહણ સવારના 9 વાગ્યા આસપાસ શિકાર ની શોધમાં હતી ત્યારે ઘટના બની હતી.હાલ તો વનવિભાગની ટીમે રેસ્ક્યુ કરી સિંહણ નો જીવ બચાવ્યો હતો છેલ્લા થોડા દિવસ થી સિંહ અને સિંહણો શિકાર ની શોધ માં જંગલ ની બહાર નીકળી રહ્યા છે અને પાલતુ પશુઓ ના શિકાર કરી રહ્યા છે બે ત્રણ દિવસ માં સિંહ ના ટોળા એ બે પાલતુ પશુઓ ના શિકાર કર્યા નું સામે આવ્યું છે તો આજે શિકાર માં નીકળેલી સિંહણ કુવા માં પડી જતા હવે વનવિભાગ સિંહણ ને પાંજરે પુરી શક્કરબાગ ઝૂ માં મોકલી આપશે તેમ જાણવા મળ્યું