////

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ હાલ રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ ચાલી રહ્યો છે. તેવામાં રાત્રિ કરફ્યૂમાં ચેકિંગ દરમિયાન પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને હથિયારો સાથે ઝડપ્યા છે. આ તકે પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ સાથે ધરપકડ કરી છે.

પ્રદ્યુમનનગર પોલીસે આર્મ્સ એક્ટ કલમ 25 (1-બી)–એ તથા આઇ.પી.સી. કલમ-188 મુજબ સંજય ઘવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય ઘવાનીની વોક્સ વેગન કારના ડેસ્કબોર્ડના ખાનામાંથી કોઇપણ જાતના લાયસન્સ કે આધાર વગરની દેશી બનાવટી પિસ્ટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 20,000 તથા 5 કાર્ટિઝ કિંમત રૂપિયા 500 છે. આ તકે પ્રદ્યુમનનગર પોલીસે સંજય ઘવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.