/

પૂર્વ મુખ્યપ્રધાનનો PMને પત્ર, દલાઇ લામાને ભારત રત્ન આપવા માગ

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શાંતા કુમારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને દલાઇ લામાને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવે અને તિેબેટના વિષયને રાષ્ટ્રસંધમાં ઉઠાવવામાં આવે તેવી માગ કરી છે.

વધુમાં મુખ્યપ્રધાને લખ્યુ છે કે મહામના દલાઇ લામાને વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર નોબલ પુરસ્કાર મળ્યો છે. અન્ય ઘણા દેશના સર્વોચ્ચ પુરસ્કારથી પણ તેમને સમ્માનિત કરાયા છે. આ સમયે દલાઇ લામા વિશ્વમાં સૌથી વધુ સમ્માનિત થયેલા આધ્યાત્મિક નેતા છે. ભારતને પણ પોતાના ગુરૂ કહે છે. તેમને સમ્માનિત કરીને ભારત પણ સમ્માનિત થશે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા કાંગડાના ભાજપના સાંસદ કિશન કપૂરે કેન્દ્રને તિબેટના આધ્યાત્મિક નેતા દલાઇ લામાને દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ સાથે જ સાંસદે એમ પણ કહ્યું કે ચીનથી તિબેટની સ્વતંત્રતાનું આહવાન કરવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published.