અમેરિકાના રાષ્ટ્રપતિને શુભેચ્છા સાથે પૂર્વ મુખ્યપ્રધાનનો કટાક્ષ

અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને ભવ્ય જીત મળી છે. તે સાથે જ જો બાઈડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. બાઈડેનની જીત પર વડાપ્રધાન મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે પણ જો બાઈડેનને જીત બદલ શુભેચ્છા પાઠવવા સાથે કટાક્ષ કર્યો છે. તેઓએ કહ્યું છે કે, ભારતમાં પણ એક જો બાઈડેનની જરૂરત છે. આશા છે કે, 2024માં અમને આવા એક નેતા મળી જશે.

દિગ્વિજેય સિંહે ટ્વીટ કરતા લખ્યું છે કે, “તમામ અમેરિકન મતદાતાઓને જો બાઈડેનને ચૂંટાવા બદલ શુભકામના. જો અમેરિકનોને એકજૂટ કરશે અને પોતાના પૂર્વવર્તીની જેમ વિભાજિત નહીં કરે. હવે ભારતમાં પણ એક જો બાઈડેનની જરૂરત છે. આશા કરીએ કે, અમને 2024માં એક એવા નેતા મળી જશે. ભારતમાં વિભાજનકારી તાકાતોને હરાવવી પડશે.”

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને શનિવારે રિપબ્લિકન પાર્ટીના પોતાના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપ્યો છે. અમેરિકાના મીડિયા રિપોર્ટો આ વાતની જાણકારી આપી છે.

77 વર્ષના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ જો બાઇડેન હવે અમેરિકાના 46માં પ્રેસિડન્ટ બનશે. બાઈડેનને બહુમતના જાદુઈ આંકડા 270 કરતાં વધુ ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. જે જીત માટે જરૂરી હતાં.

Leave a Reply

Your email address will not be published.