///

કેરળમાં સોના તસ્કરી મામલે CMOના પૂર્વ પ્રમુખ સચિવની ધરપકડ

કેરળમાં સોનાની તસ્કરી મામલે મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેરળ CMOના પૂર્વ પ્રમુખ સચિવ એમ શિવશંકરની ધરપકડ કરી છે.

શિવશંકર તિરુવનંતપુરમમાં એક હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા કેરળ હાઈકોર્ટેં તેમને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવશંકરને ED દ્વારા કોચી ખાતે લાવવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટે સોનાની તસ્કરી સાથે જોડાયેલા ભારતીય વહીવટી સેવાના સસ્પેન્ડ અધિકારી એમ.શિવશંકરના આગોતરા જામીન અરજી બુધવારે રદ્દ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કસ્ટમ ડ્યુટી વિભાગ આ મામલે તપાસ કરી રહ્યા છે.

જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 28 ઓક્ટોબર સુધી શિવશંકરની ધરપકડ પર રોક લગાવી છે. EDએ અરજી પર વિરોધ કરતા કહ્યું કે, અધિકારીની ધરપકડમાં પુછપરછની આવશ્યકતા છે કારણ કે, તે તપાસમાં સહકાર નથી આપી રહ્યા. એજન્સીએ કહ્યું કે, સોનાની તસ્કરી મામલે શિવશંકરની તપાસ હજુ પણ યથાવત છે. આગોતરા જામીન આપવાથી તેનો તપાસ પર પ્રભાવ પડશે.

આગોતરા જામીનની માંગ કરતા શિવશંકરે કહ્યું કે, તેમણે અત્યાર સુધી નિયમોનું પાલન કર્યું છે. આ વચ્ચે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ EDએ શિવશંકરની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે કસ્ટમ્સ વિભાગે 5 જુલાઈએ 15 કરોડ રૂપિયાનું 30 કિલો સોનું જપ્ત કર્યું હતું.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ), કસ્ટમ વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની સેન્ટ્રલ એજન્સીઓ આ મામલે અલગ તપાસ ચલાવી રહી છે.

NIAAએ સુરેશ, સરિત પીએસ, સંદીપ નાયર અને ફૈઝલ ફરીદ સહિતના અનેક લોકો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.

સુરેશ અને સરિત UAEના વાણિજ્ય દૂતાવાસના ભૂતપૂર્વ કર્મચારી છે.

Leave a Reply

Your email address will not be published.