//

પૂર્વ ગૃહપ્રધાન કોરોના સંક્રમિત, ટ્વિટ કરી જણાવ્યું

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હજુ પણ તેની અસર વર્તાઇ રહી છે. તેવામાં ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. જો કે કેટલાંક નેતાઓ સ્વસ્થ પણ થયા છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રજની પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ અંગે તેઓએ ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. જેમાં કોર્પોરેટરો, ધારાસભ્યોથી લઇને અનેક સાંસદો સુધીના નેતાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. જેમાં રજની પટેલે આજ રોજ સવારના ટ્વિટ કરીને લખ્યું કે, ‘નમસ્તે હું ચાર દિવસ પહેલા કોવીડ 19 થી સંક્રમિત થયો છું, મારી સારવાર ચાલુ છે અને હોમ – કોરેન્ટીન થયો છું. ઈશ્વર ક્રુપાથી મારી તબિયત સારી છે.આ સમય દરમિયાન મારા સંપર્કમાં આવેલ સ્નહીઓને પણ જરૂરી તકેદારી રાખવા અનુરોધ છે.’

ઉલ્લેખનીય છે કે, ખુદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવી ચડ્યા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે બાદમાં તેઓ સ્વસ્થ થઇ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published.