///

આવતીકાલે પૂર્વ PM વાજપેયીના જન્મદિવસે રાજયમાં 248 તાલુકાઓમાં એક સાથે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાશે

પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીનો આવતીકાલે જન્મદિવસને સુશાસન દિવસ નિમિતે રાજ્યમાં કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાશે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેરણાથી રાજ્યભરમાં 248 તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન થશે. આ સમગ્ર આયોજનમાં પ્રધાનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની કિસાન શક્તિનું માર્ગદર્શન કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. કિસાન સમૃદ્ધિની ગુજરાતની સફળગાથા ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’’ અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોને સહાય વિતરણ કરાશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ હેઠળ 51.34 લાખ ખેડૂત પરિવારોને વડાપ્રધાન દ્વારા સિંગલ કલીકથી ડી.બી.ટી. લાભ મળશે.

આ ઉપરાંત ફરતા પશુ દવાખાના અન્વયે 150 જેટલાં વાહનો-મોબાઇલ ડિસ્પેન્સરીના લોકાર્પણ કરશે, ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાભ-સહાય માનવ કલ્યાણ યોજના-માનવ ગરિમા યોજનામાં નિ:શૂલ્ક સાધનો-ઓજારો આપશે. સુશાસન-ગુડ ગર્વનન્સ ડે કૃષિ કલ્યાણ-વંચિતોના વિકાસ પર્વ તરીકે ઉજવી-સૌના સાથ સૌના વિકાસની સંકલ્પબદ્ધતા સાકાર કરશે.

Leave a Reply

Your email address will not be published.