//

અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામાનો પુસ્તકમાં ઉલ્લેખ, ભારતના ઉદ્યોગપતિઓતો…

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં ભારતીય ઉદ્યોગપતિઓ માટે પણ ઉલ્લેખ કર્યો છે કે તેમણે તેમની વૈભવી જીવનશૈલીમાં રાજા મહારાજાઓ અને મુઘલોને પણ પાછળ છોડી દીધા છે. તેમણે આ બાબતે પૂર્વ PM મનમોહન સિંહ સાથે થયેલી પોતાની અનૌપચારિક વાતચીતનો સંદર્ભ લઈને આ બાબતે વાત કરી હતી.

પોતાના પુસ્તકમાં તેમણે આ બાબતે વધુમાં લખ્યું છે કે ભારતના પૂર્વ PM મનમોહન સિંહે તેમની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જે દેશમાં લાખો લોકો ગંદગી અને ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે ત્યાં ભારતીય ઉદ્યોગપતિઓ અને વેપારીઓ એવા ઠાઠમાઠ અને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે કે રાજાઓ કે મુઘલોને પણ તેમની ઈર્ષ્યા થાય. “

પાકિસ્તાન સાથે ભારતની દુશ્મનાવટને લઈને તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સામે દુશ્મની દેખાડવી તે ભારતને એકજૂટ કરવા માટેનો સૌથી સરળ ઉપાય છે. ઘણા ભારતીયો આ વાતનું ગૌરવ લે છે કે પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે તેમના દેશે પરમાણુ હથિયાર વિકસાવી લીધા છે. પરંતુ આ હકીકતની કોઈને પરવા નથી કે કોઈ પણ તરફથી થયેલી એક નાની ભૂલ સમગ્ર ક્ષેત્રનો વિનાશ કરી શકે છે.

આ પુસ્તકમાં પૂર્વ અમેરિકી પ્રમુખે 2008ના ચૂંટણી અભિયાનથી લઈને તેમના પહેલા કાર્યકાળના અંતમાં અબોટાબાદમાં અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને મારવાના અભિયાન સુધીની પોતાની યાત્રાનું વિવરણ કર્યું છે, આ પુસ્તકના બે ભાગ છે, પહેલો ભાગ મંગળવારે પ્રસિદ્ધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.