///

ફોર્ચ્યૂનની ટોપ 500 ભારતીય કંપનીઓનું લિસ્ટ જાહેર, ટોપ 3માં RIL, IOCL અને ONGC સામેલ

દેશમાં કાર્યરત ફોર્ચ્યૂન ટોપ 500 કંપનીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પ્રથમવાર સ્થાન મળ્યું છે. જેમાં ફોર્ચ્યૂન ઇન્ડીયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે બીજા સ્થાન પર સરકારી કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ત્રીજા સ્થાન પર ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન રહી છે. આ યાદીને કલકત્તા સ્થિત આરપી સંજીવ ગોયનકા ગ્રુપની ફોર્ચ્યૂન ઇન્ડીયા કંપનીએ જાહેર કરી છે. આ યાદીમાં દેશની સૌથી મોટી બેંક SBI ચોથા ક્રમ પર છે.

તો દેશની બીજી સૌથી મોટી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. પાંચમા ક્રમે રહી છે. આ યાદીમાં ટાટા મોટર્સ છઠ્ઠા સ્થાને રહી છે તથા ગોલ્ડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી રાજેશ એક્સપર્ટ સાતમા ક્રમે રહી છે. દેશની સૌથી મોટી IT સેવા કંપની ટાટા કંસલ્ટેંસી સર્વિસિસ આઠમા અને ICICI બેંક નવા તથા લાર્સન એન્ડ ટૂબ્રો 10માં ક્રમે રહી છે.

આ પહેલાં ઓગસ્ટ માસમાં જાહેર કરવામાં આવેલી વૈશ્વિક રેંકિંગમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ 10 ક્રમની છલાંગ લગાવીને ‘ફોર્ચ્યૂન ગ્લોબલ 500’ યાદીની ટોચની 100 કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે. તેલ, પેટ્રોરસાયણ, રિટેલ અને ટેલિકોમ જેવા સેક્ટરમાં કામ કરનાર રિલાયન્સને ફોર્ચ્યૂનની 2020ની આ વૈશ્વિક કંપનીઓની યાદીમાં 96મું સ્થાન મળ્યું હતું. ફોર્ચ્યૂનની ટોચ 100ની યાદીમાં સામેલ થનાર રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની હતી. આ પહેલાં રિલાયન્સ આ યાદીમા 2012માં 99મા સ્થાન પર રહી હતી.

તો બીજી બાજુ ફોર્ચ્યૂન ગ્લોબલ 500માં 34 પોઇન્ટ સરકીને સાર્વજનિક ક્ષેત્રની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન 151માં ક્રમે રહી હતી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની રેકિંગ ગત વર્ષના મુકાબલે 30 સ્થાન સરકીને 190મી રહી. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકની રેકિંગમાં 15નો સુધારો થયો હતો અને આ 221મા સ્થાન પર રહી હતી.

Leave a Reply

Your email address will not be published.