/

સોનભદ્રમાંથી મળેલું સોનુ ભારતના નાદુસ્ત અર્થતંત્રને બેઠું કરશે

ભારતનાં ઉત્તરપ્રદેશમાં સોનભદ્વમાં ૩૦૦૦ ટન સોનાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં વધુ માત્રામાં સોનાના ભંડોળ હોવાની પૃષ્ટિ થઇ છે. સોનભદ્વમાં સોના સિવાય પણ અનેક પ્રકારના ખનિજોનો ભંડાળો પણ મળી આવ્યો છે. જેમાં એવો અંદાજ લગાવ્યો છે કે, રાજય અને દેશનાં અર્થતંત્રની દિશા બદલાઇ શકે છે. સોનભદ્વના સોનાની સાથે ભારતનો ઇકોનોમી ૫ ગણો વધશે.વલ્રેડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવ્યું હતુ કે, હાલમાં ભારત પાસે લગભગ ૬૨૬ ટન સોનાનો સંગ્રહ છે. સોનભદ્વમાંથી મળી આવેલુ સોનું લગભગ ૫ ગણા વધારે છે. ભારતને સોનાના કારણે વિશ્વના ટોચના ૩ દેશોમાં સામેલ કરી શકાય છે.

સોનભદ્વમાં સોનાના ભંડારનો મોટો ફાયદો આયાત પર જોઇ શકાય છે. આગામી સમયમાં ભારત સોનાની આયાતમાં ઘટાડો કરશે. ભારત વિશ્વમાં સૌથી મોટો સોનાનો આયાત કરનારો દેશ છે. ભારતમાં ઝવેરાત, ઉધોગની માંગને પહોંચી વળવા મુખ્યત્વે સોનાની આયાત કરવામાં આવે છે. સરકારી આંકડા પર નજર કરીએ તો દેશની વાર્ષિક સોનાની આયાત ૮૦૦-૯૦૦ ટન છે. દેશની સોનાની આયાત લગભગ ૩૩ અબજ ડોલર છે. આયાત ઓછી થવાને કારણે દેશને વેપાર ખાધમાં રાહત મળશે. એપ્રિલ-નવેમ્બર ૨૦૧૯-૨૦૨૦માં સોનાની આયાતમાં ધટાડાને કારણે વેપાર ખાધ ઓછી થઇ હતી. જે ૬૧૦૬.૮૪ અબજ ડોલર રહી હતી.

વેપાર ખાધના ઘટાડા સાથે સરકારી તિજોરીથી નાણાની બચત થશે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના ૮.૮ ટકા સુધી પહોંચવાની ધારણા છે. તે પહેલા ૩.૩ રહેવાની ધારણા હતી. આવતા નાણાર્ય વર્ષ માટે દેશમાં ખાધ ૩.૫ ટકા હોવાનો અંદાજ છે. ખાધએ સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. તેનો અર્થ એવો થાય છે કે સરકાર પાસે જે છે તેના કરતા વધારે ખર્ચ કરવામાં આવે છે. નાણાકીય ખાધમાં ઘટાડાની અસર થાય છે ત્યારે જયારે ખર્ચ તમારી કમાણી કરતા ઓછો હોય છે. વધતા જતાં ખર્ચની પરિસ્થિતિમાં આપણે જરૃરિયાતો પુરી પાડવા માટે લોન લઇએ છીએ. એવી જ રીતે સરકાર પણ લોન લે છે. તેજ સમયે ખર્ચમાં ઘટાડો કરીને દેવું ઓછું થવાનું હોય છે.

સરકાર આગામી સમયમાં નાણાકીય વર્ષમાં બજારમાંથી ૫.૩૬ લાખ કરોડ રૃપિયાની લોન એકત્ર કરશે. જેનું વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નાં માર્ચ સુધીમાં ૪.૯૯ લાખ કરોડનું દેવું વધારવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં દેશનો જીડીપી ગ્રોથ રેટમાં સુધારો થશે. નવા નાણાકીય વર્ષમાં ૬થી ૬.૫ ટકા વૃદ્વિનો અંદાજ છે. જો જીડીપી વૃદ્વિ દર સુધરે તો ૨૦૨૫ સુધીમાં મોદી સરકાર ૫ ટ્રિલિયન અર્થ વ્યવસ્થાનું સપનું પણ પુરુ કરશે.

Leave a Reply

Your email address will not be published.