/

રાજ્યમાં કોરોનાથી પીડાતા વધુ ચાર દર્દીઓ થયા સ્વસ્થ

ગુજરાતમાં કોરોનાનો ભરડો પ્રસરી ગયો છે કોરોનાથી પીડાતા દર્દીઓની સંખ્યા 58 પર પહોંચી છે સાથેજ રાજ્યમાં કુલ પાંચ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી દીધા છે ત્યારે બીજી બાજુ આશાનું કિરણ પણ દેખાઈ રહ્યું છે.રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 5 લોકો સ્વસ્થ થયા છે પરંતુ પ્રોટોકોલ મુજબ 5 દર્દીઓને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની SVP હોસ્પિટલમાં 34 વર્ષિય મહિલા પણ કોરોના સંક્રમણમાં હતી પરંતુ સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ત્યારે વડોદરાના કુલ 3 દર્દીઓ અને સુરતના 1 દર્દી કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થયા છે. પરંતુ પ્રોટેકોલ અનુસાર તેમને 14 દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં પાંચ જેટલા દર્દીઓ સ્વસ્થ થતા રાજ્ય માટે ખુશખબરી સમાન છે.

Leave a Reply

Your email address will not be published.