///

દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રોડની હાલતના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દ્વારકાના ધ્રેવાડ નજીક ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ગાડીમાં બેઠેલા તમામ લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ બનાવમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. સાથે જ આ અંગે ટ્રકની નંબર પ્લેટના આધારે વધારે તપાસ આદરવામાં આવી છે. જ્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મહેસાણાનો પરિવાર દ્વારકા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે તેમને ગમખ્વાર અકસ્માત નડતા તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જેમાં પતિ-પત્ની અને તેના બે મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published.