////

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે ઇન્ડ્રસ્ટ્રીયલ હબમાંથી 30થી વધુ બાળમજૂરોને મુક્ત કરાવ્યાં

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબમાંથી 37 બાળકોને બાળક મજૂરીમાંથી મુકત કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

અમદાવાદની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડને એક બાતમી મળી હતી કે, અમદાવાદના દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબની કેટલીક ફેકટરીઓમાં બાળકોને બાળમજૂરી કરવવામાં આવી રહી છે. જેને પગલે એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે ગઈ સાંજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અલગ અલગ એકમોમાંથી કુલ 37 બાળકો બાળમજૂરી કરતા મળી આવ્યા હતાં. જે તમામ બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે સહી સલામત છુટકારો કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા હતાં.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે દાણીલીમડાના સિકન્દર માર્કેટના આસપાસના 5થી 7 એકમમાં રેડ પાડી હતી. જેમાં જીન્સ બનાવવાની ફેકટરી, ડાઇંગની ફેક્ટરી સહીતના એકમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટએ દરોડા કરતા બિહાર ઉત્તરપ્રદેશ સહીત વેસ્ટ બંગાળના 37 બાળકોનો કબ્જો મળ્યો હતો.

આ તમામ બાળકો પાસેથી 12 કલાક કામ કરવામાં આવતું હતું. જેનુ તેઓને માત્ર 6 હજારનો જ વળતર મળતુ હતું. ત્યારે પોલીસે હાલ એ તપાસ શરુ કરી છે કે આ તમામ બાળકો કોના માધ્યમથી ગુજરાત આવ્યા હતા અને આ તમામ એકમના માલિક કોણ કોણ છે.

Leave a Reply

Your email address will not be published.