//

હાટકેશ્વર વિસ્તારમાં કોના વાંકે વણસી રહી છે ટ્રાફિકની સમસ્યા ?

હાટકેશ્વર સર્કલ પાસે આવેલી KC ટી સ્ટોલ અને કેસી રેસ્ટોરન્ટના કારણે હાટકેશ્વરમાં વારંવાર ટ્રાફિકની સમસ્શાઓ સર્જાય છે. સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી છે. ટ્રાફિકની સમસ્શાઓને લઇને નાગરિકોએ વારંવાર અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદો પણ કરી છે. પરંતુ અમરાઇવાડી પોલીસે તો આંખ આડા કાન કરીને કોઇ પ્રકારની કાર્યવાહી કરતી નથી.

હાટકેશ્વર સર્કલ પાસે આવેલી KC સ્ટોલ અને KC રેસ્ટોરન્ટના કારણે વારંવાર હેરાનગતિ થતી હોવાની વારંવાર ફરિયાદો કરી હોવા પણ પોલીસ કોઇ કાર્યવાહી કરી રહી નથી. બીજુ બાજુ પોલીસની P.C.R.વાન પણ સ્ટાફ સાથે KC ટી સ્ટોલમાં ચા પીવા માટે આવતી હોય છે. જેથી પોલીસે જાતે જ અનુભવ્યુ છે કે ટી સ્ટોલ અને કેસી રેસ્ટોરન્ટના કારણે ટ્રાફિકની સમસ્શાઓ વારંવાર સર્જાય છે. પોલીસની P.C.R.વાન હોવા છતાં પણ તેમની હાજરીમાં જ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. તંત્ર અને પોલીસની મિલીભગતના કારણે સ્થાનિકોને ટ્રાફિકની સમસ્શા નો ભોગ બનવો પડે છે.

જયારે ટ્રાફિકની સમસ્શાઓ ના સર્જાય તેમજ રસ્તા વચ્ચે પાર્કિગ કર્યુ હોય તો તેના માટે શહેરમાં ફરતી ક્રેનો પણ હાટકેશ્વરમાં અમુક લોકોને જ ટાર્ગેટ કરીને વાહન ટોંઇગ કરે છે. ભેદભાવો કરીને ગેરકાયદેસર પાર્ક કરેલા અમુક વાહનોનું ટોં કરવામાં આવતુ નથી. KC ટી સ્ટોલ અને કેસી રેસ્ટોરન્ટનાં પોલીસ અને તંત્રને અપાતા હફતા તેમજ મફતની ચા પીવા માટે પોલીસ અને તંત્ર પોલીસ પોતાની સત્તાનો દુઉપયોગ કરે છે તેમજ  નાગરિકોની સમસ્શાઓ દૂર કરવાના બદલે પોતાનો સ્વાર્થ સાધે છે

Leave a Reply

Your email address will not be published.