/

1લી એપ્રિલથી ફરી એક વાર જોવા મળશે “શક્તિમાન”, જાણો કઈ ચેનલ પર થશે ટેલિકાસ્ટ

કોરાનાના પગલે જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના કારણે જૂની સિરિયલનું પ્રસારણ ફરી શરૂ કરવામાં આવ્યું છે જ્યારે દુરદર્શન પર મહાભારત, રામાયણ જેવી સિરિયલનું પણ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.. ત્યારે મહાભારત અને રામાયણ શરૂ કરવામાં આવતા સોશ્યલ મીડિયા યૂઝર્સ દ્વ્રારા શક્તિમાન અને અન્ય સિરિયલ પ્રસારીત કરવાની માંગ કરાઈ હતી. જ્યારે હવે દુરદર્શન પર ‘શક્તિમાન’ અને ‘શ્રીમાન-શ્રીમતી’ સાથે અન્ય સીરિયલ્સ પણ બતાવવામાં આવશે તેનું મીડિયા રિપોર્ટસમાં જાણવા મળ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે જ્યારે દુરદર્શન અને ડીડી ભારતી પર જૂની સીરિયલ્સ કમ બેક થઈ રહી છે.. ત્યારે હવે રામાયણ, મહાભારતના એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે ત્યારે બંન્ને શો બાદ શક્તિમા, શ્રીમાન-શ્રીમતી, ચાણક્ય, ઉપનિષદ ગંગા તેમજ ક્રિષ્ના કાલી શોનું પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે. સોશ્યલ મીડિયા સુઝર્સની માંગણીને ધ્યાનમાં રાખી સુપરહિટ શોઝનું પ્રસારણ ફરીથી કરવામાં આવશે. જેમાં પહેલી એપ્રિલથી દૂરદર્શન પર બપોરે 1 કલાકે શક્તિમાનનું પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.