/

વડોદરા અકસ્માતનો ભોગ બનેલા પાંચ લોકોની એકસાથે નીકળી અંતિમયાત્રા

રાજ્યમાં ગઈકાલે એક સાથે ત્રણ ગમખ્વાર અકસ્માત બન્યા હતા,ત્યારે ગઈકાલનો ગોઝારો બુધવાર ક્યારેય ભૂલી શકાશે નહીં. પાવાગઢ દર્શને જતા સુરતના કેટલાક પરિવારોને વડોદરા પાસે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે 3 વાગ્યે વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતના 12 લોકોના મોત નિપજ્યા હતા. આ તમામ લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે, જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા હતા. ત્યારે અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા હતા. મૃતકોને એમ્બ્યુલન્સથી વતનમાં લઈ જવાયા હતા. ત્યારે આજે રાજુલા તાલુકામાં પાંચ લોકોની અંતિમ યાત્રામાં પુરું ગામ હિબકે ચઢ્યું હતું.

વડોદરા નજીક બનેલા ગઈકાલના અકસ્માતમા 12ના મોત નિપજ્યા હતા. જેમાં રાજુલા તાલુકાના 5 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આ તમામ પાંચ લોકોની અંતિમ યાત્રા આજે સવારે નીકળી હતી. તેમની અંતિમ યાત્રામા પુરું ગામ જોડાયું હતું. તો સાથે જ આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા. એકીસાથે પાંચ લોકોની નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર પંથકમા શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં ગઈકાલના અકસ્માતમાં મૃત્યુ પામેલા દયાબેન જીંજળા (નાની ખેરાડી), દક્ષાબેન કલસરિયા (ખાખબાઈ), આરતીબેન જિંજાળા (નાની ખેરાડી), પ્રિન્સ કલસરિયા (ખાખબાઈ) અને સુરેશભાઈ જીંજાળા (નાની ખેરાડી) ની આજે અંતિમ યાત્રા નીકળી હતી. આહીર સમાજના આ પાંચેય મૃતકોની એકસાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. એકસાથે પાંચ લોકોના અંતિમ યાત્રાથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.