///////

રાજકીય સન્માન સાથે પાંચ વાગ્યે કેશુબાપાની અંતિમવિધિ, એક દિવસનો રાજકીય શોક જાહેર

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધનથી સરકાર તરફથી આજના એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે કેબિનેટમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ભાજપના નેતાઓએ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેશુભાઈ પટેલના નિવાસ સ્થાન ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “આદરણીય કેશુભાઈનું દુઃખદ અવસાનના સમાચાર અમને ગઢડા કાર્યક્રમમાં મળ્યા હતાં. તેમના અવસાનથી પાર્ટીએ નક્કી કર્યું છે કે આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે. અમે કાર્યક્રમ ટૂંકાવીને પરત ફર્યા છીએ. કેશુભાઈના અવસાનથી ગુજરાતના જાહેર જીવનને ભારે ખોટ પડી છે.

ઉલ્લેખનિય છે કે કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. મોટી ઊંમર હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published.