///

રાજ્યસભા સાંસદની આજે રાજકોટ ખાતે અંતિમવિધિ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે લઇ અવાયો છે. ત્યારબાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. બાદમાં કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બપોરે 1થી 3 બે કલાક માટે રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે અને ત્રણ કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો અંતિમદર્શન માટે હાજર રહેશે.

અભય ભારદ્રાજના પાર્થિવ દેહને 2 કલાકે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધી કરાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે.

ઉલ્લેખનિય છે કે એક જ સપ્તાહમાં જ ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતાં. આ અગાઉ ગયા મંગળવારે કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.

આ બંને બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે. ત્યારે આ બંને બેઠકને લઇને બંને પક્ષોનું ગણીત શું યછે તે તો આગામી સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published.