/

કોંગ્રેસની પાંચમી વિકેટ પડી ગઢડાના ધારાસભ્યએ રાજીનામુ આપ્યું ??

રાજ્યસભાની ચૂંટણીનો માહોલ  હવે ગરમાયો છે ગત મોડી રાત થી અત્યાર સુધી માં ભાજપે પાંચ જેટલા ધારાસભ્યોના રાજીનામાં અપાવ્યા છે ગત મોડી રાત્રે સોમા ગાંડા ,જેવી કાકડિયા,મંગળ ગાવિત અને હવે પ્રવીણ મારું ના રાજીનામાંથી કોંગ્રેસી નેતાઓ હતાશ થવા લાગ્યા છે જોકે વિપક્ષ નેતાએ સમગ્ર વાતને પોતાના ઓફિસિયલ ટિવટર એકાઉન્ટ થી ધારાસભ્યોને ઈમાનદાર ગણાવીને ધારાસભ્યોના રાજીનામાં ને અપ્રચાર ગણાવેલ છે

પરંતુ ભાજપ એક પછી એક ધારાસભ્યોનો સંપર્કઃ કરી રાજ્યસભામાં કોંગ્રેસને મ્હાત કરવા એડીચોટીનું જોર લગાવી અને ધારાસભ્યોના રાજીનામાં અપાવી રહ્યું છે જોકે કોંગ્રેસ આ વાતને સરમર્થન નથી કરતી પરંતુ હવે આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ વિધૈવત જાહેરાત કરે પછીજ સત્ય બહાર આવે તેમ છે હાલ તો કોંગ્રેસ ની પાંચમી વિકેટ પણ પડી ગયેલ હોવાનું રાજકીય માધાંતાઓ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.