//

કોરોનાને માત આપવા ગાંધીભૂમિના લોકોએ જાતે જ સફાઈ કરી લોકડાઉનનો સંદેશ આપ્યો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સફાઈમાં માનતા હતા તેવીજ રીતે ભારતના વડાપ્રધાને પણ સફાઈ અભિયાનને વેગવંતુ બનવવા પ્રયાસ શરૂ કર્યો છે હાલ કોરોના વાયરસ સામે લડત લડવાની છે તેથી ગાંધીભૂમિના લોકો પોતે જ જાગૃત થયા  અને પોતાના ઘર આંગળાને પાણીથી સાફસૂફ કરી કોરોના સામે લડત લડી દેશની જનતાને અનોખો સ્વછતાનો સંદેશ આપી રહ્યા  છે હાલ તમામ કોરોના યોદ્ધા પણ વાયરસના ભયથી સતત સફાઈ કરી રહ્યા છે

છતાં કેટલાક વિસ્તારોમાં સફાઈ કામદારો નહીં પહોંચી શકતા જનતા જાગી અને કોરોના લડતમાં જાત મહેનત જિંદાબાદ કરી રહી છે હાલ કોરોના વાયરસ સામે લડતમાં સફાઈ અને સેનિટાઇઝની સખ્ત જરૂર છે ત્યારે ગાંધીભૂમિના લોકો પોતે પોતાની રીતે ઘર આંગણું સાફ રાખી અનોખું ઉદાહરણ પુરી પાડી રાષ્ટ્રીય મહામારીમાં પોતાનો સહયોગ નોંધાવી રહ્યા છે ગુજરાત સહીત દેશની જનતાએ પણ આ ઘટના પરથી શીખ મેળવી પોતાનું આંગણું હમેશા સાફસુતરું રાખવાનો સંકલ્પ કરવાની જરૂર છે તો ગાંધી બાપુનું સફાઈનું સૂત્ર સાર્થક થશે બાપુને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે અને વડપધાનની પહેલમાં સહભાગી બનવાની જરૃર છે જેથી કોરોના જેવા વાયરસને માત કરી શકાય 

Leave a Reply

Your email address will not be published.