////

ગાંધીજી પુણ્યતિથિ વિશેષ : મહાત્મા ગાંધી પર અનેકવાર થયા હતા હત્યાના પ્રયાસ

30 જાન્યુઆરી, 1948ના દિવસે બનેલી ઘટનાને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. આજથી 73 વર્ષ પહેલા નાથૂરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગાંધી તે સમયે 78 વર્ષના હતા જ્યારે દિલ્હી સ્થિત બિરલા હાઉસમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. પ્રાર્થના સભામાં જતા સમયે નથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળીઓ વરસાવી હતી. ત્યારે કહેવાય છે કે, 5.17 મિનીટે તેમના પર ગોળી ચાલી હતી. આમ તો તેઓ 5.10 મિનીટે પ્રાર્થના હોલમાંથી જતા રહેતા હતા, પરંતુ તે દિવસે તેમને મોડું થયું હતું. મહાત્મા ગાંધીજીના મોઢામાંથી અંતિમ શબ્દો ‘હે રામ’ નિકળ્યા હતા.

આ દિવસ એટલે 30 જાન્યુઆરીને શહીદ દિવસના રૂપે મનાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં સૌથી પ્રસિદ્ધ હસ્તી એવા મહાત્મા ગાંધીને આનાથી પહેલા પણ પાંચ વખત મારવાની કોશિશ થઈ હતી. પરંતુ હત્યાનું જોખમ હોવા છતાં તેમને તેની ચિંતા કરી નહતી અને હંમેશા બીજાઓની સુરક્ષા વિશે ચિંતિત રહ્યાં હતા.

ફેમસ પત્રકાર અને સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ તીસ્તા સીતલવાડ દ્વારા સંપાદિત Beyond Doubt: A Dossier on Gandhi’s Assassinationમાં તમામ પાંચ હત્યાની કોશિશોનું દસ્તાવેજીકરણ છે. આ પુસ્તક વર્ષ 2015માં પ્રકાશિત થઈ હતી.

આર્કાઇવ પુરાવા મુજબ પૂણેમાં પહેલીવાર ગાંધીજીની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો. અહીં તેઓ ભાષણ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે જ ષડયંત્રકારીઓએ એક કારમાં બોમ્બ ધમાકો કર્યો જેમાં બાપુ હતા. તેમના સચિવ પ્લારેલાલે પોતાની પુસ્તક મહાત્મા ગાંધી: ધ લાસ્ટ ફેઝમાં લખ્યું છે કે, આ ષડયંત્રના કારણે નિર્દોષ લોકોના મોતથી બાપૂને ખુબ જ દુ:ખ થયું હતું.

મહાત્મા ગાંધીની હત્યાના પાંચ કોશિશોમાંથી ત્રણમાં ગોડસે સામેલ હતો. તો બીજી વખત હત્યાની કોશિશ મહારાષ્ટ્રના પંચગનીમાં થઈ જ્યાં ગાંધીજીને આરામ કરવાની સલાહ આપવામાં આવી કેમ કે પ્રદર્શનકારીઓના એક સમૂહે તેમના વિરોધમાં નારાબાજી કરતાં હંગામો કર્યો. જેના જવાબમાં ગાંધીજીએ પ્રદર્શનકારીઓના લીડર નાથૂરામ ગોડસેને ચર્ચા માટે બોલાવ્યા પરંતુ તેને ફગાવી દીધી.

પાછળથી પ્રાથના સભા દરમિયાન ગોડસેને ખંજર સાથે રાષ્ટ્રપિતા તરફ ભાગતા જોવા મળ્યો. સૌભાગ્યથી મણિશંકર પુરોહિત અને સતારાના ભિલારે ગુરૂજીએ તેને પકડી લીધો. તે બંનેએ કપૂર આયોગ સામે આ હુમલા વિશે સાક્ષી પણ આપી હતી. હિન્દૂ મહાસભા ગાંધી અને જિન્નાની મુલાકાત વિરૂદ્ધ હતી. ગોડસે અને એલજી થટ્ટેએ ગાંધીજીને મુંબઈ સભામાં જવાથી રોકવા માટે આશ્રમની પસંદગી કરી. અહીં આશ્રમના લોકોએ ગોડસેને પકડી લીધો જ્યારે તેને ગાંધીજી ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી.

આ ઉપરાંત મહાત્મા ગાંધીની વધારે એક કોશિશ થઈ ત્યારે જ્યારે તેઓ ટ્રેનથી પુણેની યાત્રા કરી રહ્યાં હતા. તે દરમિયાન તેમની ટ્રેનના ટ્રેક ઉપર પથ્થરો મૂકી દેવામાં આવવાથી તે દૂર્ઘટનાગ્રસ્ત થઈ હતી, પરંતુ ડ્રાઈવરની હોશિયારીના કારણે વધારે હાનિ પહોંચી નહતી. તેમાં પણ ગાંધી સુરક્ષિત બચી ગયા હતા.

આ દિવસે બિરલા ભવનમાં એક બેઠક દરમિયાન મહાત્મા ગાંધીની હત્યા કરવા માટે ફરીથી ષડયંત્ર રચવામાં આવ્યું. મદનલાલ પાહવા, નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે, દિવંબર બૈજ, ગોપાલ ગોડસે અને શંકર કિસ્તેયાએ હત્યાને અંજામ આપવા માટે બેઠકમાં ભાગ લેવાની યોજના બનાવી હતી. તેઓ મંચ ઉપર બોમ્બ અને પછી ગોળી ચલાવવાના હતા. પરંતુ સૌભાગ્યથી આ યોજનાને અમલમાં લાવી શક્યા નહીં કેમ કે મદનલાલને પકડી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.