/////

કોરોનાનો કહેર: ગાંધીનગર અક્ષરધામ મંદિર ત્રણ દિવસ રહેશે બંધ

રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે, ત્યારે રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તો બીજી તરફ ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતાની ભાગ રૂપે તેને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર પણ 20 નવેમ્બરની રાત્રિથી 23 નવેમ્બર સુધી બંધ રહેશે.

ભક્તો રજાના દિવસે અલગ-અલગ મંદિરામાં દર્શનાર્થે જતા હોય છે. ત્યારે ભક્તોની ભીડ ઉમટતી હોય છે, ત્યારે એવામાં સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને 20 નવેમ્બર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથે જ રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, શહરેમાં આવેલા શાહીબાગ સ્થિત BAPS મંદિર તેમજ તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. લ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.