////

ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર, શું ફરી એકવાર રાજકીય પક્ષો મેળાવડો કરશે!

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર મનપાની 18 એપ્રિલે ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે 20 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાશે. 1 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 3 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. 18 એપ્રિલે મતદાન જ્યારે 20 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.