/

ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ, સંજય લીલા ભણશાળી-આલિયા ભટ્ટ સામે કેસ દાખલ

બોલીવુડ નિર્દેશક સંજય લીલા ભણશાળી અને અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રથમવાર ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીમાં સાથે જોવા મળશે. જ્યારથી ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ત્યારે સંજય-આલિયા ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી ફિલ્મ મેકિંગ દરમિયાન વિવાદોમાં ઘેરાઇ ગઇ છે.

ગંગૂબાઇના પરિવારે ફિલ્મ મેકર્સ અને આલિયા ભટ્ટ વિરૂદ્ધ બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે. જોકે ફિલ્મની કહાની પર ગંગૂબાઇના પરિવારે આપત્તિ વ્યક્ત કરી છે. ગંગૂબાઇના પરિવારે ફિલ્મના લેખક હુસૈન જૈદી, સંજય લીલા ભણશાળી અને આલિયા ભટ્ટ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. કોર્ટે કેસ પર આ ત્રણેયને 7 જાન્યુઆરી 2021ના રોજ જવાબ આપવા માટે કહ્યું છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેર્શિત ફિલ્મ ગંગૂબાઇના લેખક હુસૈન જૈદીના પુસ્તક માગિયા કીન્સ ઓફ મુંબઇને આધારે બનાવવામાં આવી રહી છે.

આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. એવામાં હવે ફિલ્મ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં મુશ્કેલી ઉભી થવાની છે. જોકે આ મામલે આલિયા અને સંજય લીલા ભણશાળી તરફથી કોઇપણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ ફિલ્મની વાત કરીએ તો, ગંગૂબાઇ કાઠિયાવાડી પોતાના સમયગાળામાં એક મોટી માફિયા ક્વિન હતી. ગંગૂબાઈના પતિએ તેમને ફક્ત 500 રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદથી જ ગંગૂબાઇ વેશ્યાવૃત્તિમાં લિપ્ત થઇ ગઇ હતી. તેમણે અસહાય અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે ઘણું કામ કર્યું હતું. ગંગૂબાઇના રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અજય દેવગણ કેમિયો રોલમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.