///

અમદાવાદ: ઠક્કરનગરમાં અશોક ગોસ્વામી પર ગૌરવ ચૌહાણે કર્યું ફાયરિંગ..

અમદાવાદ શહેરમાં ગુનાખોરી બેફામ બની હોય તેવી ઘટના શહેરના ઠક્કરનગર વિસ્તારમાં સામે આવી હતી. જેમાં રવિવારે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ કાર એસેસરિઝની એક દુકાનમાં અશોક ગૌસ્વામી નામના એક વ્યક્તિ પર અંગત અદાવતને લઈને ગૌરવ ચૌહાણ અને તેના મળતીયાઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 3 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઉપરાંત હુમલાખોરોએ તલવાર વડે પણ હુમલો કર્યો હતો, જેમાં અશોક ગોસ્વામીની પીઠના ભાગે ઇજા પહોંચી હતી.

અમદાવાદમાં હિરાવાડી ખાતેની સિદ્ધિવિનાયક કાર એસેસરિઝની દુકાન ખાતે આ ઘટના બની હતી. જેમાં 6થી 7 જેટલા શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં CTMના ગૌરવ ચૌહાણ નામના શખ્સ પર ફાયરિંગનો આરોપ છે.

આ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફુટેજ કબ્જે લઇને તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત ગાડીની ઓળખ પણ કરવામાં આવી છે. આસપાસનાં વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ પહેલા પણ તલવાર દ્વારા સામસામે માથાકુટ થઇ હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ અંગત અદાવતમાં થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સિદ્ધિ વિનાયક કાર એસેસરીઝના શોરૂમની બહાર જ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગ ગૌરવ ચોહાણ નામના શખ્સ પર અશોક ગોસ્વામી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.