//

માનવતા : અમદાવાદ પોલીસે કરફ્યુમાં ફૂટપાથ પર રહેતા ગરીબોને જમાડ્યા

કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા સરકારે કરફ્યુની જાહેરાત કરી છે. કરફ્યુ દરમિયાન રોડ અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક જમવાનું મળતું બંધ થઈ જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. આવા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની વ્હારે અમદાવાદ શહેર પોલીસ અને NGO આવી છે. અમદાવાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ અને ફૂટપાથ પર રહેતા લોકોને જમવાનું આપ્યું હતું. સવારે અને સાંજે એમ બંને ટાઈમ પોલીસ જમવાનું આપશે.

ગરીબોને જમાડવાનું આયોજન કરવા બાબતે ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ અમદાવાદ શહેરમાં કરફ્યુ દરમિયાન રોડ પર રખડતા, ભટકતાઓને જમવાનું પહોંચાડવા આદેશ કરતા લાયન્સ ઇન્ટરનેશનલ કલબ અને અક્ષયપાત્ર સાથે મળી શહેરમાં અંદાજે દસ હજાર જેટલા લોકોને જમવાનું પોહચાડવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, આજે સવારથી દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઈ જશે અને તેમના વિસ્તારમાં આવતા ગરીબોને જમવાનું આપશે. લોકડાઉન સમયે આ રીતે તેઓને જમવાની સમસ્યાઓ થતા અમદાવાદ પોલીસ અને અલગ અલગ NGO દ્વારા જમવાનું પોહચાડવામાં આવ્યું હતું. ત્યારે આજે કરી કરફ્યુના સમયમાં અમદાવાદ પોલીસ આવા ગરીબની મદદે આવી છે અને તેઓને જમવાનું પોહચાડી રહી છે. દરેક પોલીસ સ્ટેશન દીઠ 200 લોકોને જમવાનું પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.