////

રાજ કુંદ્રાની ધરપકડ પર ગેહના વશિષ્ઠએ આપ્યું નિવેદન, એક્તા કપુરને લઈને કહી આ વાત

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ આ મામલે ઝડપી કાર્યવાહી કરી રહી છે. હાલમાં આ મામલે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ મોડેલ ગેહના વશિષ્ઠ તેના સમર્થનમાં આવી છે.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ મોડેલ ગેહના વશિષ્ઠે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે વીડિયો બનાવીને લોકોની સામે પોતાનો પક્ષ મૂક્યો છે. આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરી મહિનામાં મુંબઇ પોલીસે આજ કેસમાં માલાડના Madh માં મોડેલ ગેહના વશિષ્ઠની ધરપકડ કરી હતી. તેની ઉપર પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાનો આરોપ છે. હમણાં તે જામીન પર બહાર છે.

ત્યારે હવે મોડલ ગેહના વશિષ્ઠે આ બાબતે વાત કરતા કહ્યું કે, મારે એટલું જ કહેવું છે કે કોઈ પોર્ન બનાવતું નથી. નોર્મલ વીડિયો હતા જેવા કે એકતા કપૂર ‘ગંદી બાત’ બનાવે છે અને એવી ઘણી ફિલ્મો છે, જેમાં બોલ્ડ કન્ટેન્ટ હોય છે. તેમાં તેમ છતાં ઓછું બોલ્ડનેસ છે. તે કહેવું ખોટું છે કે આટલા બધા વીડિયો મળ્યા, પહેલા તે જોવું જોઈએ કે તે પોર્ન છે કે નહીં. કોઈ પણ એવો વીડિયો અમારો પોર્નની કેટેગરીમાં આવતો નથી.

તેણે વધુમાં કહ્યું કે, 18 વર્ષથી ઉપરના તમામ લોકો પોર્ન અને એરોટિકા વચ્ચેના તફાવતને સમજી શકે છે. મને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે. વસ્તુઓ ખોટી બતાવી ન જોઈએ. સત્ય બતાવવું જોઇએ. કેટલાક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સામાન્ય બોલ્ડ વીડિયો છે અને તે પોર્ન નથી. શિલ્પા શેટ્ટીનું વારંવાર નામ લેવામાં આવી રહ્યું છે. હું દરેકને વિનંતી કરું છું કે, એરોટિકાને પોર્ન સાથે મિક્સ ના કરવામાં આવે.

ગેહના વશિષ્ઠે અશ્લીલ વીડિયો કેસમાં પોતાનો ખુલાસો આપતાં કહ્યું કે, એરોટિકા અને પોર્ન વચ્ચે કન્ફ્યૂઝનના કારણે તે પાંચ મહિના સુધી જેલમાં બંધ હતી. તે પણ ખૂબ બીમાર પણ થઈ. પોલીસે તેનો ફોન અને લેપટોપ જપ્ત કરી લીધું હતું. તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં, તેની વિનંતી છે કે સાચી વાત બતાવી અને દેખાળવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.