////

દેશમાં ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સ પોતાનો છેલ્લો પ્લાન્ટ પણ કરશે બંધ

ભારતમાં સ્થિત વધુ એક બહુરાષ્ટ્રીય કંપની પોતાના પ્લાન્ટને બંધ કરવા જઇ રહી છે. કંપનીના આ પગલાંથી 1800 પરિવારો પર અસર પડશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ ભારતમાં પોતાનો આખરી પ્લાન્ટ બંધ કરી દેશે. જનરલ મોટર્સ મહારાષ્ટ્ર સ્થિત પોતાના અંતિમ પ્લાન્ટને ચીનની સૌથી એસયૂવી (SUV) બનાવનાર કંપની ગ્રેટ વોલ મોટર્સને વેચવા માગે છે.

આ પ્લાન્ટ હાલ મહારાષ્ટ્રના તાલેગાવમાં છે. કંપનીએ 1996માં ભારતમાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ કરાર પુર્ણ થતાં જ જનરલ મોટર્સનું ભારતમાં ઓપરેશન સંપૂર્ણપણે બંધ થઇ જશે. 2017માં જનરલ મોટર્સએ ગુજરાતના હાલોલ સ્થિત બીજા પ્લાન્ટને ચીનની SAICને વેચી ચૂકી છે. હાલ આ પ્લાન્ટને એમજી મોટર્સ ઉપયોગ કરી રહી છે. તાલેગાંવ પ્લાન્ટમાં 1800 પગારદારો અને કલાકોના અનુસાર કામ કરનાર કર્મચારી કાર્યરત છે.

ચીનની ગ્રેટ વોલ મોટર્સ ભારતમાં 7,300 કરોડ રૂપિયા એટલે કે 1 અરબ ડોલરનું રોકાણ કરવા જઇ રહી હતી. કંપનીની યોજના પોતાની મુખ્ય SUV બ્રાંડ Haval અને ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લઇ આવવાની હતી. ભારતમાં આ રોકાણથી લગભગ 3,000 લોકોને સીધો રોજગારી મળી હતી.

જોકે, એપ્રિલમાં ભારતે ચીન અને અન્ય પડોશી દેશોમાંથી રોકાણ માટે શખ્ત નિયમ બનાવ્યા હતાં અને જૂનમાં લદ્દાખમાં 20 ભારતીય સૈનિકોની હત્યા બાદ, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આ જીએમ-ગ્રેટ વોલ અને બે અન્ય સોદા (5,000 કરોડની કિંમત)ને પ્રતિબંધ લગાવી રહી છે. બંને દેશો વચ્ચે વધતી જતા વોર વચ્ચે, સરકારે પાડોશી દેશો પાસેથી તમામ રોકાણ નિર્ણયોની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય ચીનથી આવનાર રોકાણને રોકવાનો હતો. તાલેગાંવ પ્લાન્ટનો ઉપયોગ કારોને નિર્યાત કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.