//

ભારત ભ્રમણ કરી ફંડ એકત્ર કરી શહિદ પરિવારોને ફંડ આપી શ્રદ્ધાંજલિ અર્પી:

૧૪ ફેબ્રુઆરીના રોજ ૧ વર્ષ પહેલા આપણા ૪૦ જવાન શહીદો થયાં હતાં. જમ્બુ કાસ્મીરના પુલવામાં આંતકી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેની આખા ભારત દેશમાં રોષની લાગણી ભડકી હતી. લોકોએ ઠેર-ઠેર જવાનોને શ્રદ્વાંજલિ આપી હતી. પરંતુ મોરબીમાં એક ઉધોગપતિએ અનોખી રીતે શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી.

મોરબીના યુવા ઉધોગપતિ અજયલોરિયાએ શહીદો માટે ફંડ એકત્ર કરવાની અનોખી પહેલ કરી હતી. ફંડ ઉગરાવવાની કામગીરીમાં સફળતા મેળવી શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરી હતી. યુવા ઉધોગપતિએ ૧.૧૦ લાખ કિલોમીટરનો પ્રવાસ યોજી શહીદ જવાનોના પરિવારજનોને ૫૮લાખની સહાય કરી હતી.

યુવા ઉધોગપતિએ ફંડ ઉઘરાવવા માટે પોતાની ટીમ બનાવી હતી. જેથી પોતે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આર્થિક સહાય કરી શકે. યુવા ઉધોગપતિની ટીમ હજુ પ્રવાસ કરીને ફંડ જમા કરી રહ્યો છે. યુવક અને તેની ટીમે સાચા અર્થમાં શહીદોને શ્રદ્વાજંલી અર્પિત કરી છે. યુવા ઉધોગપતિની આ કામગીરી બિરદાવા જેવી છે. 

Leave a Reply

Your email address will not be published.