/

ગીરના જંગલમાં ચાલુ માસમાં 6 વન્ય જીવોના કુદરતી મોત

ગીરના જંગલમાં  જુદાજુદા વિસ્તારમાં છેલ્લા 22 દિવસોમાં કુલ 6 વન્ય જીવોના મોત થયા છે જેમાં 4 સિંહણ એક સિંહ અને એક દીપડાનો સમાવેશ થાય છે વન્ય પ્રાણીઓના મૉત સાથે વન્ય પ્રાણીઓ પરના હુમલાઓની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં દીપડા દ્રારા બે માનવ હુમલા સિંહણ દ્રારા એક માનવ હુમલાની ઘટના બની હતી તો એક ઘટનામાં સિંહણના હુમલા એક બાળકનું મોત થયું હતું આ બાળકનો ભોગ લેનાર સિંહણને વન વિભાગે બીજા દિવસે ઝડપી લીધી હતી આમ કુલ 22 દિવસમાં વન્ય પ્રાણીઓ દ્રારા માનવ હુમલાની પણ ત્રણ ઘટના બનાવા પામી હતી  

તાજેતરમાં  અમરેલી અને દીવ સહીતના વિસ્તારોમાં દીપડા અને સિંહો દેખાવાના બનાવો બનેલ છે અને કેટલાક વન્ય જીવોને વન વિભાગ દ્રારા ઝડપીને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલી આપેલ છે વન્ય જીવોને જંગલમાં પૂરતો શિકાર નહીં મળતો હોવાથી પણ વન્યજીવો હવે શહેર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે વેન વિભાગે આવા માનવભક્ષી વન્યજીવો વધુ શિકાર કરે તે પહેલા પેટ્રોલિંગ વધારવાની લોકમાંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.